The One Gujarat Organic Farm Producer Co-Operative Society Ltd.

  • Home
  • India
  • Anand
  • The One Gujarat Organic Farm Producer Co-Operative Society Ltd.

The One Gujarat Organic Farm Producer Co-Operative Society Ltd. The One GujaratOrganic Farmers Produce Co-Operative Society Ltd.

Strengthing agripreneurship and Value Chain development at School for excellence in Panchayati Raj.  Participate form on...
06/03/2026

Strengthing agripreneurship and Value Chain development at School for excellence in Panchayati Raj. Participate form one gujarat FPO.

! વન ગુજરાત FPO અને કેમિકલ મુક્ત ખેતી દ્વારા ધરતી માતાની સેવા કરતા તમામ પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પણ હોળી અને ધૂળેટીના પવ...
04/03/2026

! વન ગુજરાત FPO અને કેમિકલ મુક્ત ખેતી દ્વારા ધરતી માતાની સેવા કરતા તમામ પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પણ હોળી અને ધૂળેટીના પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છાઓ.
​આપનો આ પ્રયાસ માત્ર ખેતી નથી, પણ સમાજને સ્વસ્થ રાખવાનું એક પુણ્યનું કામ છે. આ હોળી આપના અને આપના પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા રંગો ભરે તેવી પ્રાર્થના.
​ખેડૂત મિત્રો માટે હોળીનો સંદેશ:
​રંગ: કુદરતી ખેતીના પાક જેવો નિખાર.
​ઉમંગ: ઝેરમુક્ત ખેતીથી મળતો સંતોષ.
​સમૃદ્ધિ: ગાય આધારિત ખેતીથી વધતી આવક.
​તમારી મહેનત અને નિષ્ઠાને સલામ!

ખેડૂતો માટે વૈશ્વિક પ્લેટફોર્મINOFO  Conferenceમાં મુખ્ય મુદ્દા હતા🌱 Sustainable & Regenerative Farming🌎 Future Organic ...
11/02/2026

ખેડૂતો માટે વૈશ્વિક પ્લેટફોર્મ
INOFO Conferenceમાં મુખ્ય મુદ્દા હતા

🌱 Sustainable & Regenerative Farming
🌎 Future Organic Markets & Export Trends
🚜 Agri-Tech & Climate Smart Innovations
⚖️ Policy Challenges & Global Standards

હીરીબેને ગુજરાતના ખેડૂતોના અનુભવ, ઓર્ગેનિક મોડલ અને સહકારી સંસ્થાની સફળતા વિષે માહિતી આપી. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો કેવી રીતે સંઘબદ્ધ શક્તિથી વૈશ્વિક બજારમાં પ્રવેશ કરી શકે – એ વિષયે તેમની રજૂઆત અસરકારક રહી.

🇮🇳 ગુજરાતની અવાજ – વૈશ્વિક મંચ પર
હીરીબેનએ જણાવ્યુ કે:
"ખેડૂત હવે ફક્ત ઉત્પાદક નથી, પણ ઉદ્યોગપતિ અને વૈશ્વિક વિચારધારા ધરાવતો નેતા બની રહ્યો છે."
તેમણે
Value Addition
Traceability System
Women Leadership in Farming
Youth Engagement

વિષે પ્રેઝન્ટેશન આપી અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો.
🔬 નવા ચેલેન્જ – નવી તક
Conference દરમિયાન Climate Change, Price Fluctuation, Certification Cost અને Market Access જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
પરંતુ આ પડકારોમાંથી જ નવા ઈનોવેશન અને સહકારના માર્ગ ખુલતા જાય છે.

ગુજરાતના ખેડૂતો માટે આ એક સંદેશ છે –
વિશ્વ હવે આપણા ખેતર સુધી આવી ગયું છે. હવે આપણે વિશ્વ સુધી પહોંચવાનું છે.
🌟 ગૌરવની લાગણી
હીરીબેન લગારીયાએ ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરી બતાવ્યું કે
યુવા ખેડૂતોએ માત્ર જમીન પર નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર પણ પોતાની ઓળખ બનાવી છે.

✍️ દેવેશ પટેલ
"ખેડૂત હવે સ્થાનિક નથી – ખેડૂત હવે વૈશ્વિક છે."





Proud moment as one Gujarat fpo women famrmer to participate the international market conference.. Germany biofach26🌱✨ E...
06/02/2026

Proud moment as one Gujarat fpo women famrmer to participate the international market conference.. Germany biofach26

🌱✨ Exciting Announcement from INOFO! ✨🌱

We are proud to announce our participation in Biofach 2026, the world’s leading trade fair for organic food, where we will be hosting the panel "Youth Farmers Designing the Future of Organic Markets"!

This dynamic discussion will bring together young, innovative leaders who are driving the future of organic agriculture, focusing on sustainable practices, agroecology, and the empowerment of youth in global food systems.

Moderated by Thales Bevilacqua Mendonça, INOFO’s Director of Global Relations, the panel will feature passionate changemakers including Roudath Boraima, Lanuakum, Hiri Lagariya, and Tsiory Raharitsimba – all sharing their transformative experiences in the organic market.

🔹 Why it matters: This is a unique opportunity to see how the next generation of farmers is shaping resilient, sustainable, and inclusive food systems. By supporting young farmers and innovators, we invest in a future that’s better for people and the planet.

💬 Join us in Nuremberg, Germany, and be part of this crucial conversation!
We’re incredibly grateful for our partners and donors who help make these global conversations possible. Your support amplifies the voices of youth leading the charge for change!

તમામ ખેડૂત ભાઈ બહેન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.😊🙏ખેડૂત માત્ર ખેતી નથી, ખેડૂત એક વિચાર છે.માટી સાથે જીવતો, પરસેવાથી સિંચતો અને ...
23/12/2025

તમામ ખેડૂત ભાઈ બહેન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.😊🙏
ખેડૂત માત્ર ખેતી નથી, ખેડૂત એક વિચાર છે.
માટી સાથે જીવતો, પરસેવાથી સિંચતો અને સ્વાભિમાનથી ઊભેલો ખેડૂત—
આ દેશની સાચી તાકાત છે.

#ખેડૂતદિવસ #ખેડૂતગર્વ 💚

*આશા કિસાન સ્વરાજ સંમેલન*તા. 11થી 13 જાન્યુઆરી, 2026*સ્થળ:  લોકનિકેતન, રતનપુર*(પાલનપુરથી 6 કિમી. દૂર)*ગુજરાતમાં સજીવખેતી...
11/12/2025

*આશા કિસાન સ્વરાજ સંમેલન*
તા. 11થી 13 જાન્યુઆરી, 2026
*સ્થળ: લોકનિકેતન, રતનપુર*
(પાલનપુરથી 6 કિમી. દૂર)

*ગુજરાતમાં સજીવખેતી, પ્રાકૃતિક ખેતી, પાલેકર ખેતી, જૈવિકખેતી, ઓર્ગેનિક ખેતી*
*જે નામ પાડો તે...*
આવી રસાયણમુક્ત અને જીએમ મુક્ત બીજની ખેતીમાં રસ લેનાર, દેશી બીજનું સંરક્ષણ કરનાર, તેવી ખેતીના શુભેચ્છકો, રસાયણ વગરનો ખોરાક પસંદ કરતાં ગ્રાહકો, તેનું ભાવનામુક્ત સાચું વિજ્ઞાન સમજવા માંગતા નાગરિકો અને ખેડૂતો, રસાયણમુક્ત ખેતીના દેશભરના અનુભવો સમજવા આ સંમેલનનો લાભ અચૂક લો.
નોંધણીની છેલ્લી તારીખ (25મી ડિસેમ્બર) છે, માત્ર 15 દિવસ બાકી છે.

*વધુ વિગત, નોંધણી અને પ્રદર્શનના સ્ટોલ બુક કરવા નીચેની લિંકનો ઉપયોગ કરવો.*

https://sammelan.kisanswaraj.in/home

*આ સંમેલનમાં ભાગ લેવા મારી ખાસ ભલામણ છે.*

*કપિલ શાહ*
જતન
વિનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા
મોકલ્યા તા. 11મી ડિસેમ્બર, 2025

Register Now किसान स्वराज सम्मेलन २०२६ Kisan Swaraj Sammelan 2026 पश्चिमी और उत्तरी क्षेत्र Western & Northern Region ११–१३ जनवरी २०२६ (रविवार–सोमवार–मं...

ખૂબ ઓછા સમય માં  ઉત્તર ગુજરાતના ખેડૂતો અને bod સાથે અને કારોબારી સાથે બેસીને એક મોટા વોલ્યુમમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું ...
19/11/2025

ખૂબ ઓછા સમય માં ઉત્તર ગુજરાતના ખેડૂતો અને bod સાથે અને કારોબારી સાથે બેસીને એક મોટા વોલ્યુમમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું પ્લાનિંગ ચાલી રહ્યું છે તો એની આજે મીટીંગ કરી જેમાં એક મુખ્ય વિષય રહ્યો છે અને NPOP સર્ટિફાઇ અને TC સાથે ખરીદીને સંસ્થા પ્રોગ્રેસ કરવાનું આયોજન થયું



વન ગુજરાત FPO એ આજે થી PGS certificate ખેડૂતો ને આપવાના શ્રી ગણેશ કર્યા. તમામ કેમિકલ ફ્રી ખેતી કરનાર ખેડૂત હવે certifica...
31/10/2025

વન ગુજરાત FPO એ આજે થી PGS certificate ખેડૂતો ને આપવાના શ્રી ગણેશ કર્યા. તમામ કેમિકલ ફ્રી ખેતી કરનાર ખેડૂત હવે certificate લઈ સકે છે.

વન ગુજરાત FPO – હવે PGS સર્ટિફિકેશન ઓથોરિટી! 🌿ખુશ ખબર 🎉હવે વન ગુજરાત FPOને  ભારત સરકાર કૃષિ મંત્રાલય અને NCONF તરફ થી PG...
22/10/2025

વન ગુજરાત FPO – હવે PGS સર્ટિફિકેશન ઓથોરિટી! 🌿

ખુશ ખબર 🎉
હવે વન ગુજરાત FPOને ભારત સરકાર કૃષિ મંત્રાલય અને NCONF તરફ થી PGS સર્ટિફિકેશનલ કાઉન્સિલ ઓથોરિટી તરીકે માન્યતા મળી છે!
એનો અર્થ એ છે કે હવે ગુજરાત અને ભારતના ખેડૂતો જે કેમિકલ ફ્રી અને નેચરલ ફાર્મિંગ કરે છે તે તમામ ખેડૂતો ને PGS (Participatory Guarantee System) ઓર્ગેનિક સર્ટિફિકેશન વન ગુજરાત દ્વારા કામ શરૂ થય ગયું છે.

PGS એટલે શું❓
➡️ એક લોકભાગીદારી આધારિત ઓર્ગેનિક સર્ટિફિકેશન સિસ્ટમ, જેમાં ખેડૂતો પોતે જ ભાગ લે છે.
➡️ જે ખેડૂત કેમિકલ મુક્ત ખેતી કરે છે, તેમને સરકારી માન્યતા ધરાવતું સર્ટિફિકેટ મળે છે.
➡️ આ સિસ્ટમનો ઉદ્દેશ છે – વિશ્વાસ, પારદર્શિતા અને શુદ્ધ ખેતી.

હવે ખેડૂતો માટે તક છે પોતાનું ઉત્પાદન ઓર્ગેનિક તરીકે ઓળખાવવાની અને બજારમાં વધુ મૂલ્ય મેળવવાની 🌾

ચાલો,
“વન ગુજરાત” સાથે જોડાઈને કેમિકલ મુક્ત ખેતીનું ગૌરવ વધારીએ!
જે ખેડૂત ને વધુ માહિતી જોઈએ તે સંસ્થા ના નંબર પર કોલ કરી ને વધુ માહિતી લઈ સકે છે.

Gujarat

પ્રિય ખેડૂત ભાઈઓ અને માનનીય ડિરેક્ટરો, વન ગુજરાત FPO. આ પ્રકાશના પર્વે આપ સૌને હાર્દિક શુભકામનાઓ!આપના અવિરત પરિશ્રમ, એકત...
19/10/2025

પ્રિય ખેડૂત ભાઈઓ અને માનનીય ડિરેક્ટરો, વન ગુજરાત FPO.

આ પ્રકાશના પર્વે આપ સૌને હાર્દિક શુભકામનાઓ!
આપના અવિરત પરિશ્રમ, એકતા અને સહકારથી અમારી સહકારી ચળવળ દિવસે દિવસે મજબૂત બની રહી છે.
ખેડૂતની મહેનત અને ડિરેક્ટરોના માર્ગદર્શનથી સહકારનું આ કુટુંબ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે.

આ દિવાળીએ આપણે સૌ એક નવી ઉર્જા સાથે સંકલ્પ લઈએ —
“સહકારને વધુ સશક્ત બનાવીને ગામડાંથી વૈશ્વિક બજાર સુધી આપણી ઓળખ સ્થાપિત કરવી.”

આપ સૌના જીવનમાં આનંદ, આરોગ્ય અને સમૃદ્ધિના પ્રકાશ પથરાય.
શુભ દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!

દેવેશ પટેલ.
પ્રમુખ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો ઓપ. સોસાયટી

14/10/2025

નમસ્તે સભાસદ ખેડૂત મિત્રો આપણે જણાવવાનું કે FPO એ વર્ષે 2024 - 25 નું 4 % લેખે ડિવિડન્ડ તા. 14/10/2025 મંગળવાર ના રોજ દરેક સભાસદ ખેડૂત મિત્રો ના એકાઉન્ટ માં નાખેલ છે તો દરેક જણે પોતાના એકાઉન્ટ માં ચેક કરી લેવું

અને જો કોઈના એકાઉન્ટ માં નથી દેખાતું તો તા.26/10/2025 સુધી માં સંસ્થા ના વોટ્સએપ નંબર ધ્વારા જાણ કરવી🙏🙏

08/10/2025

ધી વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો-ઓપરેટીવ સોસાયટીના દરેક સભાસદ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપની પાસે ઓર્ગેનિક/ નેચરલ ફાર્મિંગ ના ચાલુ વર્ષના સર્ટિફિકેટ , તલાટી નો દાખલો અથવા પંચકાસ એ 2 દિવસ ની અંદર whatsapp દ્વારા સંસ્થાના આ નંબર ઉપર મોકલી આપવો ફરજિયાત છે.
8866407778

Address

Ramwadi Organic Farm
Anand
387310

Alerts

Be the first to know and let us send you an email when The One Gujarat Organic Farm Producer Co-Operative Society Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The One Gujarat Organic Farm Producer Co-Operative Society Ltd.:

Share