24/04/2026
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ બટન અંગે જાગૃતિ ફેલાવવા કલેક્ટર કચેરી ખાતે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આવેદનપત્ર આપ્યું. ચૂંટણી તંત્ર દ્વારા સોશિયલ મીડિયા, હોર્ડિંગ્સ અને સ્થાનિક માધ્યમો થકી NOTAનો પ્રચાર કરવા માંગ કરી છે.
આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી*ના સંદર્ભમાં સુપ્રિમ કોર્ટના આદેશમુજબ NOTA - None Of The Aboveના બટન અંગે પ્રચાર-પ્રસાર કરવા મુખ્ય ચૂંટણી અધિકારી, વડોદરાને સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદન પત્ર માં જણાવ્યું હતું.કે વર્ષોના સંઘર્ષ બાદ સુપ્રિમ કોર્ટે નાગરિકોને NOTAનો હક્ક આપ્યો છે. જો કોઈ પણ ઉમેદવાર મતને લાયક ન લાગે તો મતદાર EVMમાં છેલ્લું NOTA બટન દબાવી તમામ ઉમેદવારોનો વિરોધ નોંધાવી શકે છે.
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે NOTA નકારાત્મક નહીં પરંતુ હકારાત્મક મત છે. તે દર્શાવે છે કે મતદાર તમામ ઉમેદવારોથી નારાજ છે કારણ કે ઉમેદવારો લોકહિતનું પ્રતિનિધિત્વ કરતા નથી અને પ્રાથમિક સુવિધાઓના કામ કરતા નથી, ફક્ત વાયદાઓની લ્હાણી કરે છે.
અતુલ ગામેચીએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણીઓમાં NOTAનો પ્રચાર કરવામાં આવતો નથી જ્યારે રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર પૂરજોશમાં કરી રહી છે, ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી, વડોદરા દ્વારા પણ NOTA અંગે જાગૃતિ ફેલાવી તમામ નાગરિકો સુધી માહિતી પહોંચાડવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી એ કરી હતી.
અતુલ ગામેચી
-સામાજિક કાર્યકર, વડોદરા