Sojitra Taluka Fpcl

Sojitra Taluka Fpcl Informations de contact, plan et itinéraire, formulaire de contact, heures d'ouverture, services, évaluations, photos, vidéos et annonces de Sojitra Taluka Fpcl, Marché de producteurs, Democratic Republic of the.

Sojitra Taluka Fpcl��

Address: Office No F16, Neptune Arcade, Sojitra Chokdi, Shop No 47 Vill / Tal- Sojitra,Anand, Gujarat, India, 387240

Contact No : 1) 9374496402
2) 7874820802

કૃષિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા. ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ વિકાસ  સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ વિકાસ દિન ૨૦૨૫ ...
14/10/2025

કૃષિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા. ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ વિકાસ દિન ૨૦૨૫ અને રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ના ઉપક્રમે કૃષિ તાંત્રિકતા અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર સમગ્ર રાજ્યમાં તાલુકા વાર રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત "પાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપણા આનંદ જિલ્લાના સોજિત્રા તાલુકા ખાતે કાર્યરત સોજિત્રા તાલુકા ફાર્મર્ પ્રોડ્યુસર કંપની લિમિટેડ(FPO) એ પોતાની ખેતપેદાશો તથા મૂલ્ય વર્ધિત વસ્તુઓ પ્રદર્શિત કરી હતી. તથા મુલાકાતીઓ ખેડૂતો તથા મહાનુભાવોને ખેડૂત ઉત્પાદક સંગઠનની કાર્યપદ્ધતિ અને ખેડૂતલક્ષી કામગીરીથી અવગત કર્યા હતા.

આજરોજ સોજીત્રા તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની ના ડિરેક્ટર શ્રી તથા એફ પી ઓના સીઈઓ દ્વારા દેવાતજ કૃષિ યુનિવર્સિટી ના વૈજ્...
11/10/2025

આજરોજ સોજીત્રા તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની ના ડિરેક્ટર શ્રી તથા એફ પી ઓના સીઈઓ દ્વારા દેવાતજ કૃષિ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિક સાહેબો સાથે મળી દેવા તજ કૃષિ યુનિવર્સિટી ખાતે એક મોટી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં એફ પી ઓ વિસ્તૃત માહિતી અને રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસર ઉષા. દિલ્હીથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નું લાઈવ પ્રસારણ ખેડૂત ભાઈ બહેનોને દેવાતજ કેવીકે ખાતે બતાવવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો તથા અલગ અલગ ગામના સરપંચ શ્રી ઓ હાજર રહ્યા હતા.

26/08/2025
FPO Manthan Vibrant Summit
26/08/2025

FPO Manthan Vibrant Summit

PM kisan Sanmannidhi Yojna 🙏✨️
05/08/2025

PM kisan Sanmannidhi Yojna 🙏✨️

બળીયાદેવ ફળિયું, પલોલ,, સોજીત્રા, જિ - આણંદ ખાતે તા. 02/08/2025 ના રોજ સવારે 11.00 થી 12.00 કલાક સુધી પી. એમ. સમ્માન નિધ...
02/08/2025

બળીયાદેવ ફળિયું, પલોલ,, સોજીત્રા, જિ - આણંદ ખાતે તા. 02/08/2025 ના રોજ સવારે 11.00 થી 12.00 કલાક સુધી પી. એમ. સમ્માન નિધિ યોજના અંતર્ગત ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વારાણસી, યુપી થી જીવંત પ્રસારણ દ્વારા લાભાર્થી ખેડૂતોને યોજનાનો 20 મોં હપ્તો સીધો ખાતામાં ફળવાશે અને બધા ખેડૂત મિત્રોને સંબોધશે તેમજ ખેડૂત સાથે સીધી વાતચીત.
સોજિત્રા FPO ધ્વારા આજ રોજ ખેડૂતો ની મીટીંગ કરવામાં આવી

*સ્થળ*: બળીયાદેવ ફળિયું, પલોલ, સોજીત્રા, આણંદ
*તારીખ*: 02/08/2025
*સમય*: સવારે 11.00 થી 12.00 કલાક

FPO કિસાન મેળો,  અમદાવાદ
27/12/2024

FPO કિસાન મેળો, અમદાવાદ

NCCF ધ્વારા ગુજરાત મા રાહત દરે ડુંગળી નું વેચાણ સોજિત્રા તાલુકા FPO થકી વેચાણ કરવા મા આવ્યું
09/11/2024

NCCF ધ્વારા ગુજરાત મા રાહત દરે ડુંગળી નું વેચાણ સોજિત્રા તાલુકા FPO થકી વેચાણ કરવા મા આવ્યું

08/11/2024

ગરમ તાપમાનને ધ્યાન લઈને ગુજરાત સરકારે રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે વિશેષ એડવાઈઝરી જાહેર કરી
******************
ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી જેવા શિયાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી
******************
બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી વધુ તાપમાનમાં વાવેતર ટાળવું; પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત આપવું
******************
સુરત ગુરુવારઃ- ગ્લોબલ વોર્મિંગના પરિણામે વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતો માટે એક વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
દિવાળી પછી શરુ થતી રવિ સિઝનમાં રાજ્યભરના ખેડૂતોએ રવિ પાકોના વાવેતરની શરૂઆત કરી છે અથવા વાવેતર શરુ કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતું હોવાથી ખેડૂતોએ વાવેતર સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ, તેમ એડવાઈઝરીમાં જણાવાયું છે.
રવિ પાકના બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવિ પાકોનું વાવેતર ટાળવું હિતાવહ છે. રવિ પાકોની વાવેતર અવસ્થામાં ઉગાવા પર અસર ના થાય તે માટે વધારે તાપમાનની અસર સામે પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત (શક્ય હોય તો ફુવારાથી) આપવું જોઈએ. આ અગચેતીના પગલાને અનુસરીને ખેડૂતો નુકશાનને નિવારી શકશે, તેમ એડવાઈઝરીમાં વધુમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની MEGHDOOT મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો કૃષિ હવામાન એડવાઇઝરી સેવાઓ અને હવામાન વિભાગની ખેડૂતો માટેની આગાહી સરળતાથી જાણી શકશે. ખેડૂતો આ એપ્લીકેશનની મદદથી સ્થળ, પાક અને પશુધન માટેની સલાહ સ્થાનિક ભાષામાં મેળવી શકશે. મેઘદૂત એપ્લીકેશન આ લીંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે:
https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot&hl=en_IN

Adresse

Democratic Republic Of The

Site Web

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Sojitra Taluka Fpcl publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Raccourcis

Partager