The Namo Kisan Prakrutik Kheti Sahakari Mandali Ltd Demai

  • Home
  • India
  • Bayad
  • The Namo Kisan Prakrutik Kheti Sahakari Mandali Ltd Demai

The Namo Kisan Prakrutik Kheti Sahakari Mandali Ltd Demai Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Namo Kisan Prakrutik Kheti Sahakari Mandali Ltd Demai, At. post. Demai, Ta. Bayad, Dist. Arvalli, Bayad.

Kirti G Patel के आधिकारिक फेसबुक अकाउंट से जुड़ने के लिए लिंक खोलें।

“પ્રાકૃતિક ખેતી માત્ર અન્ન ઉત્પાદન નથી;
એ ધરતીના સ્વાસ્થ્ય અને માનવજીવનને સુરક્ષિત રાખતી,
માનવ, પ્રકૃતિ અને બ્રહ્માંડ વચ્ચેનું પવિત્ર સંતુલન છે.”

08/05/2026

Congratulations 🎉👏
07/05/2026

Congratulations 🎉👏

આપ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન  💐Bipin Patel Gota
16/01/2026

આપ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન 💐

Bipin Patel Gota

Central warehousing corporation (CWC-NEW DELHI) ની Primary Agricultural Credit Society વિભાગની ઓલ ઇન્ડિયા ની એક માત્ર સીટ ઉપર તાજેતરમાં થયેલ ચૂંટણીમાં મારી સતત બીજી વખત બીન હરીફ ડિરેક્ટર તરીકે વરણી કરવા બદલ ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય શ્રી Amit Shah સાહેબનો ખુબ ખુબ આભાર.
Central Warehousing Corporation
Ministry of Cooperation, Government of India

The Demai Dudh Utpadak Sahakari Mandali Ltd
11/01/2026

The Demai Dudh Utpadak Sahakari Mandali Ltd

⚖️ #કાનૂની_જાહેર_નોટિસ ⚖️

“દૂધમાં ભેળસેળ કરવી એ જન આરોગ્ય સામેનો ગંભીર ફોજદારી અપરાધ છે.”

જાહેર જનતા, મંડળીના સભ્યો, દૂધ ઉત્પાદકો, દૂધ સંગ્રહ કેન્દ્ર સંચાલકો, એજન્ટો તથા દૂધના વેચાણ/પુરવઠા સાથે સંકળાયેલા તમામને જાણ કરવામાં આવે છે કે_

અમારી સહકારી દૂધ મંડળીના વિસ્તારમાં ગાય તથા ભેંસના દૂધમાં પાણી, યુરિયા, ડિટર્જન્ટ, રાસાયણિક પદાર્થો કે અન્ય કોઈપણ પ્રકારની ભેળસેળ કરવી એ કાયદા મુજબ ગંભીર, અક્ષમ્ય અને દંડનીય ફોજદારી અપરાધ છે.

દૂધ એ સમાજના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતો અતિ આવશ્યક ખાદ્ય પદાર્થ છે. તેમાં ભેળસેળ કરવી એ માત્ર કાયદાનો ભંગ નહીં પરંતુ જન આરોગ્ય સામેનો ગંભીર ગુનો છે.

🔴 લાગુ પડતા કાયદા અને કલમો

1️⃣ Food Safety and Standards Act, 2006

કલમ 3 (1) v (zx) – ભેળસેળયુક્ત ખોરાકની વ્યાખ્યા

કલમ 26 – ખોરાક ઉત્પાદક, વિક્રેતા તથા સપ્લાયરની કાયદેસર જવાબદારી

કલમ 59 – ભેળસેળ માટે કડક સજા

આરોગ્યને નુકસાન ન થાય → ₹3 લાખ સુધી દંડ

ઈજા થાય → 6 વર્ષ સુધી કેદ + દંડ

ગંભીર ઈજા → 7 વર્ષ સુધી કેદ + દંડ

મૃત્યુ થાય → આજીવન કેદ + દંડ

2️⃣ ભારતીય ન્યાય સંહિતા, 2023 (BNS)

(1 જુલાઈ 2024થી અમલમાં)

➡️ ખોરાક અથવા પેયને માનવ આરોગ્ય માટે હાનિકારક બનાવવો તથા તેનું વેચાણ/પુરવઠો કરવો = ફોજદારી ગુનો

(જૂના કેસોમાં IPC કલમ 272 અને 273 લાગુ પડે છે)

⚖️ માનનીય સુપ્રીમ કોર્ટના અગત્યના ચુકાદાઓ

Municipal Corporation of Delhi v. Ghisa Ram (AIR 1967 SC 970)
👉 દૂધ જેવી આવશ્યક વસ્તુમાં ભેળસેળ = ગંભીર સામાજિક ગુનો

Dal Chand v. Municipal Corporation (1983) 4 SCC 34
👉 ખોરાકમાં ભેળસેળ જાહેર આરોગ્ય માટે ભયજનક હોવાથી કડક કાર્યવાહી જરૂરી

State of U.P. v. Hanif (1992) 2 SCC 548
👉 ભેળસેળના કેસોમાં ઢીલાશ ચલાવી શકાય નહીં

⚖️ વિવિધ હાઇકોર્ટોના મહત્વપૂર્ણ અભિપ્રાયો

Gujarat High Court – દૂધમાં ભેળસેળ સામે કડક દંડાત્મક કાર્યવાહી જરૂરી

Punjab & Haryana High Court – Milk adulteration directly endangers public health

Allahabad High Court – દૂધમાં પાણી/કેમિકલ ભેળવવું જન આરોગ્ય સામે ગુનો

🚨 દૂધ મંડળી તરફથી અંતિમ જાહેર ચેતવણી

આ જાહેર નોટિસ દ્વારા અમારી દૂધ મંડળીના તમામ સભ્યો અને સંબંધિતોને અંતિમ ચેતવણી આપવામાં આવે છે કે_

દૂધમાં કોઈપણ પ્રકારની ભેળસેળ તાત્કાલિક બંધ કરો

માત્ર શુદ્ધ અને કાયદેસર દૂધ જ મંડળીમાં જમા કરો

ભેળસેળ જણાય તો તાત્કાલિક સભ્યપદ રદ,
Food Safety Officerને જાણ,
FIR તથા ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે

👉 તમામ કાનૂની ખર્ચ અને પરિણામ માટે સંબંધિત વ્યક્તિ પોતે જવાબદાર રહેશે.

#અગત્યની_નોંધ -:
જે કોઈ પણ વ્યક્તિનું દૂધ ભેળસેળયુક્ત હોવાનું પકડાશે, તેની સામે ઉપરોક્ત નોટિસ મુજબ કોઈપણ પ્રકારની બાંધછોડ કે રિયાયત વગર કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, અને તે વ્યક્તિ પાસેથી મંડળીમાં આજીવન દૂધ સ્વીકારવામાં નહીં આવે તેમજ તેને મંડળીના સભ્યપદેથી કાયમી રીતે દૂર કરવામાં આવશે. જો કોઈ પણ કર્મચારી કે દૂધ મંડળી સાથે સંકળાયેલ વ્યક્તિ મંડળી વિરુદ્ધ ખોટું કાવતરું રચી ભેળસેળયુક્ત દૂધ ભરશે અથવા દૂધ ભરાવડાવતો પકડાશે, તો તે અત્યંત ગંભીર ગુનાહિત કૃત્ય ગણાશે. તેની સામે Food Safety and Standards Act, 2006 (કલમ 26, 59), IPC / BNS મુજબ વિભાગીય કાર્યવાહી, નોકરીમાંથી દૂર કરવાની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી, તેમજ મંડળીની પ્રતિષ્ઠા અને મંડળીને આર્થિક નુકસાન પહોંચાડવાના કાયદા મુજબના અન્ય પગલાં લેવામાં આવશે.

#જારી_કરનાર -: ઘી ડેમાઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.
સ્થળ: ડેમાઈ
તારીખ: ૧૧.૦૧.૨૦૨૬

PMO India
CMO Gujarat
Collector Arvalli
SP Arvalli
DDO ARAVALLI

Shree N S Patel High School Demai
08/01/2026

Shree N S Patel High School Demai

હાલમાં અમારી સ્કૂલમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વિના મૂલ્ય વધુ સારી તથા શ્રેષ્ઠ સુવિધાઓ સાથે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી રહે તે હેતુથી રિનોવેશન કાર્ય ચાલુ છે. આ કાર્ય માટે અગાઉ શ્રી જીતુગીરી ચંદુગીરી ગોસ્વામી (બાવાનો મઢ) દ્વારા રૂપિયા ૫૦,૦૦૦/– તથા હાલમાં શ્રી બાબુગીરી ચંપાગીરી ગોસ્વામી (બાવાનો મઠ) દ્વારા રૂપિયા ૫,૦૦૦/– નું રોકડ દાન, સાથે શ્રી જયંતીભાઈ નરસિંહભાઈ પટેલ (ડેમાઈ) દ્વારા રેતી માટે રૂપિયા ૩,૫૦૦/– નું યોગદાન તેમજ શ્રી વિહંગકુમાર પ્રવિણભાઈ પટેલ (ડેમાઈ) તરફથી કપચીનું ઉદાર દાન પ્રાપ્ત થયું છે. અગાઉના સર્વે દાતાઓ તથા સાથી મિત્રોએ આપેલી શ્રેષ્ઠ સહાય અને વિવિધ સહકાર મદદ બદલ બાળકો વતી મંડળ તથા શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

આ સમગ્ર કામગીરીનું આયોજ સુચારુ સંચાલન શ્રી જગદીશભાઈ રણછોડભાઈ શાહ દ્વારા નિષ્ઠા, જવાબદારી અને દુરંદેશી દૃષ્ટિકોણ સાથે કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ પ્રત્યેનો તેમનો નિસ્વાર્થ અભિગમ અને પ્રેરણાદાયી માર્ગદર્શન શાળાના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત આધાર બની રહ્યું છે.

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તથા શાળાના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રે ઉદાર હાથે કરેલું સર્વેનું નિસ્વાર્થ યોગદાન ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે. મંડળ તથા શાળા પરિવાર તેમના આ સહકાર માટે હંમેશાં ઋણી રહેશે.

આભાર 🙏

#શ્રી_નારણભાઈ_શામળભાઈ_પટેલ_હાઈસ્કૂલ


01/01/2026

સહકારી સમૃદ્ધિ તરફ 🤝 આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના ચાણક્ય સમાન ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના શક્તિશાળી, વિશાળ અને દુરદર્શી માર્ગદર્શન હેઠળ; ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માનનીય સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ સહકાર મંત્રી માનનીય શ્રી રમેશભાઈ કટારા સાહેબ તથા પ્રદેશ સરકારીતા સેલના સંયોજક માનનીય શ્રી બીપીનભાઈ ગોતા સાહેબ સાથે થયેલા પ્રજાલક્ષી મનોમંથન બાદ રાજ્યમાં નવ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની સ્થાપનાને લઈને લેવાયેલો અભૂતપૂર્વ, ઐતિહાસિક અને દુરદર્શી નિર્ણય સહકાર ક્ષેત્રમાં પારદર્શિતા, વિશ્વસનીયતા તથા સર્વાંગી વિકાસની એક નવી અને સશક્ત દિશા નિર્ધારિત કરે છે.

આ ઐતિહાસિક અને લોકહિતકારી નિર્ણય બદલ આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર સાથે અનેકો અનેક શુભેચ્છાઓ વ્યક્ત કરીએ છીએ.

Address

At. Post. Demai, Ta. Bayad, Dist. Arvalli
Bayad
383330

Website

Alerts

Be the first to know and let us send you an email when The Namo Kisan Prakrutik Kheti Sahakari Mandali Ltd Demai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share