Bunny Buffalo and kankarej cow in gujrat

Bunny Buffalo and kankarej cow in gujrat I'm not a cattle dealer but a breed reformer

ICAR દ્વારા ભારતના પશુધન વારસાને મજબૂત કરવા માટે ૧૬ નવી દેશી જાતિઓની નોંધણી કરવામાં આવી છે.
22/08/2026

ICAR દ્વારા ભારતના પશુધન વારસાને મજબૂત કરવા માટે ૧૬ નવી દેશી જાતિઓની નોંધણી કરવામાં આવી છે.

🏆 ચેમ્પિયન વાછરડી – શ્રેષ્ઠ જિનેટિક્સ!તરણેતર મેળાની વિજેતા વાછરડી 🏆માતા: ગાંધીનગર એગ્રી એશિયા વિજેતા તથા બનાસ ડેરી દૂધ ઉ...
22/08/2026

🏆 ચેમ્પિયન વાછરડી – શ્રેષ્ઠ જિનેટિક્સ!

તરણેતર મેળાની વિજેતા વાછરડી 🏆

માતા: ગાંધીનગર એગ્રી એશિયા વિજેતા તથા બનાસ ડેરી દૂધ ઉત્પાદન હરીફાઈની વિજેતા, દૈનિક 25 લીટર દૂધ ઉત્પાદનનો રેકોર્ડ ધરાવે છે.

પિતા: LRSR કાંકરેજ બુલ – Gellu
હાલ બનાસ ડેરી દામા સીમેન સ્ટેશનના K-58 સેક્સ-સોર્ટેડ સીમેનથી ગાભણ. 🧬

🌟 સુઈગામ તાલુકાનું ગૌરવ સૌથી વધુ રકમનું દૂધ ભરાવીને "બનાસ લક્ષ્મી" યોજનામાં વિજેતા બનનાર પશુપાલક બહેનોને અભિનંદન! 🌟બનાસડ...
21/08/2026

🌟 સુઈગામ તાલુકાનું ગૌરવ

સૌથી વધુ રકમનું દૂધ ભરાવીને "બનાસ લક્ષ્મી" યોજનામાં વિજેતા બનનાર પશુપાલક બહેનોને અભિનંદન! 🌟
બનાસડેરી દ્વારા આયોજિત "બનાસ લક્ષ્મી" ઈનામી યોજના અંતર્ગત સુઈગામ તાલુકામાં સૌથી વધુ રકમનું દૂધ ભરાવીને સિદ્ધિ મેળવનાર મહિલા પશુપાલકોને ખૂબ ખૂબ અભિનંદન! 🎉
આપણી માતૃશક્તિની આ મહેનત અને ડેરી ઉદ્યોગમાં તેમનું યોગદાન સમગ્ર તાલુકા માટે પ્રેરણારૂપ છે. તમામ વિજેતા બહેનોને હાર્દિક શુભેચ્છાઓ! 🥛✨
#બનાસડેરી #બનાસલક્ષ્મી #સુઈગામ #બનાસકાંઠા #પશુપાલન #મહિલાશક્તિ #સફળતા

🌟 ગૌરવની ક્ષણ: બનાસડેરી દ્વારા "શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી" યોજનાના વિજેતાઓની યાદી જાહેર 🌟બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક ...
21/08/2026

🌟 ગૌરવની ક્ષણ:

બનાસડેરી દ્વારા "શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી" યોજનાના વિજેતાઓની યાદી જાહેર 🌟
બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., પાલનપુર (બનાસડેરી) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે દૂધ ઉત્પાદક મહિલાઓ માટેની "શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી" ઈનામી યોજનાના વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન! 🎉
સંઘના માનનીય ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, નિયામક મંડળના સભ્યશ્રીઓ તથા સમગ્ર બનાસડેરી પરિવાર તરફથી તમામ વિજેતા બહેનોને આ વિશેષ સિદ્ધિ બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. 🥛✨
આપણી આ માતૃશક્તિની મહેનત અને પશુપાલન ક્ષેત્રે તેમનું યોગદાન સમગ્ર જિલ્લા માટે પ્રેરણારૂપ છે. આવો, સૌ સાથે મળીને આપણા પશુપાલક બહેનોની આ સફળતાની ઉજવણી કરીએ!
#બનાસડેરી #બનાસકાંઠા #પશુપાલન #મહિલાશક્તિ

🌿 ગાય આધારિત ઓર્ગેનિક ફાર્મિંગની સફળ કહાની! 🌿🐄કોર્પોરેટ નોકરી છોડીને ગાય આધારિત ઓર્ગેનિક ખેતી અને પશુપાલનને વ્યવસાય બનાવ...
19/08/2026

🌿 ગાય આધારિત ઓર્ગેનિક ફાર્મિંગની સફળ કહાની! 🌿🐄

કોર્પોરેટ નોકરી છોડીને ગાય આધારિત ઓર્ગેનિક ખેતી અને પશુપાલનને વ્યવસાય બનાવનાર દંપતીની આ સફર ખરેખર પ્રેરણાદાયક છે. 🙏

20 ગીર ગાયોથી શરૂ થયેલી સફર આજે 100 ગીર ગાયોના ફાર્મ સુધી પહોંચી છે. 🐄✨

શુદ્ધ A2 દૂધ, બિલોણાનું ઘી અને કુદરતી પદ્ધતિ આધારિત પશુપાલન દ્વારા પશુપાલનને વ્યવસાય સાથે ટકાઉ જીવનશૈલી બનાવી શકાય છે—આ કહાની તેનું સુંદર ઉદાહરણ છે. 🌱🥛

દેશી ગાય • ઓર્ગેનિક ખેતી • શુદ્ધતા • આત્મનિર્ભરતા 🇮🇳

The Brand of Banni
18/08/2026

The Brand of Banni

The Pride of India 🇮🇳🐂 — Kankrej CowA majestic Kankrej cow representing the strength, beauty and pride of India’s indige...
17/08/2026

The Pride of India 🇮🇳🐂 — Kankrej Cow

A majestic Kankrej cow representing the strength, beauty and pride of India’s indigenous cattle heritage. ❤️🇮🇳

15/08/2026

પશુઓ ને વરસાદ સાથે અનેરો સંબંધ હોય છે

🌧️ વરસાદ અને પશુઓનો સહજ સંબંધ

વરસાદ એટલે માત્ર પૃથ્વી માટે જીવનદાતા જળ નહીં, પરંતુ પશુઓ માટે પણ આનંદ અને આરોગ્યનો સમય હોય છે. પશુપાલનમાં વરસાદનું વિશેષ મહત્વ હોય છે:

1. વરસાદનું આગમન થવાથી ઘરતી માતા પર હરિયાળો અને પૌષ્ટિક ચારો ઊગી નીકળતો હોય છે જે પશુપાલકો માટે આશીર્વાદ સ્વરૂપ હોય છે એક અનુભવના આધારે કહું છું કે ઉથલા મરતા પશુઓ પ્રથમ વરસાદ બાદ ઊગી નીકળતું ઘાસ(અમારી સાદી ભાષામાં હરીડા) નું સેવન માત્ર પાંચ દિવસ કરવામાં આવે તો તે પશુ 90% ગભાણ થઈ જતું હોય છે જેના માટે પશુપાલકે હજારોનું ખર્ચ કરેલ હોય છતાં પણ ગભાણ થતું નથી માટે જે કુદરત કરે એ કોઈ ના કરી શકે

વરસાદના સમયે ઘાસચારો પુષ્કળ ઉગે છે, જેના કારણે પશુઓને તાજું અને પોષણયુક્ત ચારો મળે છે. ચારો મળવાથી:

દુધ ઉત્પાદન વધે છે

પશુઓનું આરોગ્ય સુધરે છે

શરીર પર ચમક અને ઉત્સાહ જોવા મળે છે
🐃 2. શીતળ હવામાન – આરામદાયક સમય:

ગરમીઓ પછી વરસાદનું ઠંડું હવામાન પશુઓ માટે આરામદાયક રહે છે.

તાવ, તણાવ અને ગરમીના સંબંધી રોગો ઓછા થાય છે

પશુઓ સ્વચ્છ અને તાજગી નો અનુભવ કરે છે

🌿 3. કુદરતી ચાલ – મુક્તચરણ અને રમત:

વરસાદ પછી ખુલ્લા મેદાનમાં પશુઓ ઘાસ ચરી શકે છે. વરસાદમાં ચરિયાણ ચરતા પશુઓનું દ્રશ્ય ખૂબ આનંદદાયક હોય છે – ખાસ કરીને નાના યુવાન બચ્ચા વરસાદી પાણીમાં કૂદતા હોય છે.

⚠️ 4. ધ્યાન રાખવાની બાબતો:
જ્યાં વરસાદ લાભદાયી હોય છે, ત્યાં કેટલીક ચિંતાઓ પણ હોય છે:
કાદવ અને ભીના માહોલથી પગના રોગો જેવી કે ફૂટરોટ (Foot Rot)
વસવાટ સ્થળ ભેજભર્યું ન રહે એની ચિંતા

પીવાનું પાણી શુદ્ધ રહે એનું ધ્યાન

❤️ પશુપાલક અને પશુ વચ્ચેનો લાગણીસભર સંબંધ:

વરસાદમાં પશુ માટે ખોરાક, પાણી અને સુરક્ષા પુરી પાડવો એ પશુપાલક માટે સેવાભાવના કાર્ય બને છે. આવા સમયે પશુપાલકનો પ્રેમ અને દયાળુ સ્વભાવ દેખાય છે.

🇮🇳 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ! 🇮🇳“સ્વતંત્રતા એ માત્ર એક શબ્દ નથી,એ આપણા પૂર્વજોના ત્યાગ અને બલિદાનની અમૂલ્ય ભેટ...
15/08/2026

🇮🇳 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ! 🇮🇳

“સ્વતંત્રતા એ માત્ર એક શબ્દ નથી,
એ આપણા પૂર્વજોના ત્યાગ અને બલિદાનની અમૂલ્ય ભેટ છે.” 🙏

આઝાદીના પર્વ પર દેશની પ્રગતિ સાથે
🌾 સમૃદ્ધ કૃષિ અને સુખી પશુપાલક માટે પણ સંકલ્પ લઈએ.

શુદ્ધ સંવર્ધન, ઉત્તમ પશુધન અને પશુપાલન ક્ષેત્રની પ્રગતિ સાથે
રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન આપીએ. 🇮🇳🌱

💚 BHAVANI BREEDING FARM
Breeding with Care... Growing with Pride

#સ્વતંત્રતા_દિવસ #15ઓગસ્ટ #પશુપાલન #પશુસંવર્ધન #કાંકરેજ #કૃષિ #સુખીપશુપાલક #સમૃદ્ધકૃષિ #આત્મનિર્ભરભારત

14/08/2026

🌿🐦 આજનો સુંદર વિડિયો — મારા ફાર્મ પર સુગરીનું કુદરતી ઘર! 🪹❤️

કુદરતના ખોળામાં, લીલીછમ હરિયાળી વચ્ચે સુગરીની આ સુંદર દુનિયા… 🌾🍃
નાનું પક્ષી અને તેની અદભુત કારીગરી જોઈને મન ખુશ થઈ જાય! 💚

કુદરતને સાચવીએ, પક્ષીઓને પ્રેમ આપીએ. 🐦🌿

#આજનોવિડિયો #સુગરી #કુદરતનાખોળામાં #પક્ષીપ્રેમ #કુદરતીવાતાવરણ

Address

Suigam
385570

Website

Alerts

Be the first to know and let us send you an email when Bunny Buffalo and kankarej cow in gujrat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bunny Buffalo and kankarej cow in gujrat:

Shortcuts

Share

Category