21/09/2022
મારો વિચાર.નોંધ હું હાલ કોઈપણ પાર્ટીને સમર્થન કરતો નથી. આ એક જસ્ટ વિચાર છે. સારો લાગે તો શેર કોમેન્ટ કરજો જય ગો માતા. આજે આપણે ગુજરાત બંધનું એલાન હતો બનાસકાંઠા જિલ્લો સજડ બંધ રહ્યો અને મને માહિતી મળ્યા પ્રમાણે આગળ પણ મોટાભાગનું બંધ હતું. તો આપણે વિચારીએ તો આજે કેટલા કરોડનો નુકસાન થયું હશે આ બધા વ્યવહારો બંધ રહેવાના કારણે. પહેલા તો સરકારને આપણે એક જ ટેક્સ ગણીએ પેટ્રોલ ડિઝલ મેન ટેકસ સરકાર ને આમાં મળે છે તો શું આજે કેટલા લીટર પેટ્રોલની ડીઝલ વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટ બધુ બંધ રહેવાના કારણે કેટલું ટેક્સનું નુકસાન થયું હશે પછી બીજી વાત ધંધા રોજગાર બંધ રહેવાના કારણે કેટલા કરોડનો નુકસાન થયું હશે સરકાર એટલું નથી વિચારી શકતી કે એક દિવસ બંધ રહેવાથી આટલું નુકસાન થશે તો પછી સીધી રીતે 500 કરોડ રૂપિયા ફાળવી અને ઈજ્જત પણ સલામત રાખીએ અને તમામ પ્રકારના વિરોધને પણ કાબુમાં રાખી શકાય શું ગઈકાલે સરકાર આ નિર્ણય નહોતી લઈ શકતી નિર્ણય લઈ લીધો હોત તો બીજું કે આટલો લંપી વાયરસ રોગચાળો દરેક ગામડેથી કરીને શહેર સુધી નાનાથી કરીને મોટા સુધી દરેક સમાજ સાથે મળી દરેક ધર્મ ના લોકો સાથે મલી ગાયો ની બહુ સેવા કરી અને સેવા કરતા રહેશે અને રહીશું પણ હજી સુધી સરકારે રોગચાળાની અંદર એક રૂપિયો પણ આપ્યો નથી કે નથી કોઈપણ પ્રકારની રસી ની કે અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ કરી અને રોગચાળામાં કોઈ સહાય પૂરી નથી પાડી અને જે એની પહેલાથી ₹500 કરોડ રૂપિયા જાહેર કરેલા છે એ પણ આવા કપરાં સમયની અંદર ફાળવતા નથી આટલા આંદોલનો આટલું સજળ બંધ આટલા કરોડો રૂપિયાનો નુકસાન આટલું ટેક્સનો નુકસાન છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો રીપ્લાય આવ્યો નથી ગાય માતા માટે આ લોકો કોઈ નીરણ ના લઈ શકતા હોય તો ભવિષ્યમાં કોઈ મોટી વાત હોય તો શું નિર્ણય લેવાના હતા. એ આવે એ વિચારવાનું આપણે છે અને વિચારી લેજો જય ભારત જય ગૌમાતા. પહેલા પણ મેં કીધું હતું અને બીજી વાર કહી દઉં હું કોઈ પાર્ટીને સમર્થન કરતો નથી. આ અમારી વેદના છે.